સુરતઃસરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેથી દારૂબંધીને લઈને પોલીસ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે વાઈરલ થેલા વીડિયોમાં જાહેરમાં દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વાઈરલ થયેલો વીડિયો સરથાણાના ડાયમંડ નગરનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ખુલ્લેઆમ જાહેરમાં લોકો દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે