લખનઉમાં આવેલા ઈન્દિરાનગર નામના પોશ એરિયામાં બદમાશ બાઈકસવારોની લૂંટનો નાકામ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો હતો પોતાના ઘરની બહાર ઉભેલી એક મહિલાને તેમનું નિશાન બનાવવા માટે બુકાનીધારી લૂંટારો ઉતરીને સીધો જ તેની પાસે ધસી જાય છે મહિલા પણ કંઈ સમજે તે પહેલાં જ પોકેટમાંથી દેશી તમંચો તેની સામે ધરીને સોનાની ચેન લૂંટવા હાથ મારે છે જો કે મહિલા પણ આ જોઈને સીધો જ તેના પર હુમલો કરે છે જેનાથી ડઘાઈ જઈને બદમાશ પાછો પડે છે બસ પછી તો મહિલા પણ રણચંડી બનીને તેના પર તૂટી પડે છે જેથી બંને જણા જીવ બચાવીને બાઈક પર ભાગવા માટે મજબૂર બની જાય છે મર્દાની મહિલાનું આવું રૂપ સીસીટીવીમાં કેદ થઈ જતાં જ તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો જે જોઈને પોલીસે પણ તેની જાંબાઝીના વખાણ કર્યા હતા