ઈમરાન ખાને સાઉદી કિંગ સલમાનનું કર્યું અપમાન, વીડિયો થયો વાઇરલ

DivyaBhaskar 2019-06-05

Views 13.2K

આજકાલ દુનિયાભરમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન ચર્ચામાં છે, સાપની ચામડીના જૂતા પહેરવાથી લઈને પાકિસ્તાનની મોંઘવારી આ તમામ મુદ્દે ઈમરાન ખાન ચર્ચાનું કારણ છે હાલમાં જ ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેને લઇને તે ખુબ ટ્રોલ થઈ રહ્યા છે આરોપ છે કે ઈમરાન ખાને સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ્લા અજીજનું અપમાન કર્યુ છે ઈમરાન ખાન ઈસ્લામિક સંગઠનની બેઠકમાં ભાગ લેવા મક્કા પહોંચ્યા હતા આ બેઠક સમયે તેઓ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ્લા અજીજને મળવા પહોંચ્યા ખાને કાફલામાંથી બહાર આવી સાઉદી કિંગ સાથે હાથ મિલાવ્યો,,અને કંઇક વાતચીત કરી આ દરમિયાન ઈમરાને કિંગ સલમાનના ટ્રાંસલેટરને કંઇક કહ્યુ અને ટ્રાન્સલેટર ઈમરાનની વાત હજુ તો કિંગને સમજાવી જ રહ્યો હતો કે ઈમરાન ખાને ત્યાંથી ચાલતી પકડી કિંગ સલમાન વાત સમજીને ઈમરાનને પ્રત્યુત્તર આપે તે પહેલા તો ઈમરાન ખાન ત્યાંથી ગાયબ હતા આ વીડિયો જોઇને સાઉદી અરબ જ નહીં પાકિસ્તાનમાં પણ ઈમરાન ખાનને લઈને આક્રોશ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS