ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમ આજે વર્લ્ડકપમાં એકબીજા સામે રમશે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ ગયા શનિવારે ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને અપરિપક્વ ખેલાડી કહ્યો હતો આ અંગે ટિપ્પણી કરતા કોહલીએ મંગળવારે કહ્યું હતું કે મને આ વિશે કોઈ જાણકારી નથી હું તેની સામે ઘણી વાર રમ્યો છું જો કોઈ મુદ્દે ચર્ચાની જરૂર છે તો સામનો થશે ત્યારે હું એને જવાબ આપીશ આ માટે પ્રેસનો ઉપયોગ કરવાનું પસંદ નહીં કરું
રબાડાએ કહ્યું હતું કે, વિરાટ પ્રતિક્રિયા આપવા પર ભડકી જાય છે તે મેદાન પર આક્રમક અભિગમ સાથે ઉતરે છે, પરંતુ વિરોધી ટીમનો કોઈ ખેલાડી તેને જવાબ આપે તો ગુસ્સે થઇ જાય છે તે આવું એના માટે કરે છે કારણકે એની રમતને તેનાથી ફાયદો થાય છે પરંતુ મને આવું વર્તન અણસમજુ લાગે છે મારા હિસાબે આ વિરાટની અપરિપક્વતા છે