નવી દિલ્હીઃપાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગની ઈફતાર પાર્ટીમાં શનિવારે મહેમાનોની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારિયાએ ઈસ્લામાબાદ સ્થિત હોટલ સેરેનામાં ઈફતાર માટે રાજનાયકો અને મિત્રોને આમંત્રણ આપ્યું હતું પરંતુ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ તેમાં બાધા નાખવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ એજન્સીના જવાનોએ હોટલની ઘેરાબંધી કરી હતીપાકિસ્તાનમાં પહેલાં પણ અનેક રીતે ભારતીય અધિકારીઓને હેરાન કરવાના દાખલા બન્યાં છે