ગાગોદર:રાપર તાલુકાના ગાગોદરમાં બુધવારે એક સાથે થયેલા મોટી સંખ્યામાં કાચબાના મોતના પગલે બીજા દિવસે ઉગતા પહોરે વનતંત્ર દ્વારા જીવીત કાચબાઓને અન્ય તળાવ ખસેડાયા હતા અને મૃત કાચબાઓનો નિકાલ કર્યો હતોકીચડમાં ફસાયેલા કાચબાઓને કાઢવામાં વનતંત્ર સાથે મંદિરના પૂજારી,સવજીભાઈ ઇસાસરિયાં અને સ્થાનિક લોકો દ્વારા સહયોગ અપાયો હતો જો કે સ્થાનિકોએ એ પણ સૂર વ્યક્ત કર્યો કે પંદર દિવસ પહેલા જો આ તળાવ ભરાયું હોત તો મોટી સંખ્યામાં કાચબાની જાનહાની ટળી શકી હોત !