નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે બીજા નંબરે રાજનાથ સિંહ અને ત્રીજા નંબરે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા છે શાહે પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે ત્રણ વર્ષ વિદેશ સચિવ રહેલા એસ જયશંકરને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે સુષમા સ્વરાજને કોઈ મંત્રી બનાવવામાં આવ્યા નથી તેઓ સમારોહ દરમિયાન દર્શક હરોળમાં બેઠા હતા આ દરમિયાન નીતીશ કુમારે કહ્યું કે, અમે નવી સરકારનો હિસ્સો નહીં બનીએ2014માં 45 મંત્રીઓને શપથ અપાઈ હતી જોકે અંતે કુલ મંત્રીઓની સંખ્યા 76 થઈ ગઈ હતી