ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ MIG -21 ઉડાવ્યું હતુ 61 વર્ષીય ધનોઆએ કારગીલ યુધ્ધનાં શહીદ સાથીની યાદમાં ‘મીસીંગ મેન’ ફોર્મેશનમાં ઉડાણ ભરી ત્યારે સ્થળ પર હાજર વાયુ સેનાના અધિકારીઓ અનેલોકોએ તાળી પાડીને તેમના આ પરાક્રમને વધાવી લીધું હતુ ધનોઆ સ્ક્વોડ્રન લિડર અને પોતાનાં એક સમયના સાથી અજય આહુજાને શ્રદ્ધાંજલિ આપવા એરક્રાફ્ટમાં ઉડાણ ભરી હતી ઉલ્લેખનીય છે કે, અજય આહુજા કારગીલ યુદ્ધ (1999)માં ઓપરેશન સફેદ સાગર દરમ્યાન શહીદ થયા હતા