સુરતઃગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા સાતપુડા વિસ્તારમાં તળોદા તાલુકાના રાપાપૂર અને કુયલીડાબરી ગામમાં પાણીની ગંભીર સમસ્યા છે ગામના તમામ કુવામાં સુકાઈ ગયા છે આ ઉપરાંત અહીંની ભૌગોલિક પરિસ્થિતિ પણ ખરાબ છે, અહીં ગામમાં મોટરસાઈકલ પણ જાઈ ન શકે એવી પરિસ્થિતિ છે પણીનો એક પણ સ્ત્રોત અહીં પલબ્ધ નથી મોટા મોટા પર્વત હોવાથી ગામના લોકોએ પાણી લઈ જવાં માટે લોકોને ઘણી હાલકી પડી છે આવી મુશ્કેલી ઉભી થતા ગામના લોકોએ ભેગા થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી એને યોગ્ય ઉકેલ માટે જણાવ્યું હતું જેના પરિણામ રૂપે જિલ્લા પ્રશાસને 17 ગધેડાની વ્યવસ્થા કરી આપી હતી હવે ગામના લોકોએ 17 ગધેડાના માધ્યમથી ગામમાં પાણી પહોંચાડી રહ્યા છે