સુરતઃ સંઘપ્રદેશ દાનહના મસાટ ખાતે કેમિકલ બનાવતી કંપનીમાં રવિવારે રાત્રે કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી કંપનીમાં રાખવામાં આવેલા કેમિકલ અને ઓઇલના ડ્રમ આગની ઝપેટમાં આવતા ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇને પડોશમાં આવેલી અન્ય બે કંપનીને પણ આગ લાગી હતી ફાયર વિભાગે ભારે જહેમતે વહેલી સવારે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી