દિલ્હીમાં ધોળા દિવસે ક્રાઇમની ઘટનાઓ છાશવારે બને છે અને આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે જેના કારણે લોકોમાં સતત ભય ફેલાતો રહ્યો છે આવી જ એક ઘટના પૂર્વી દિલ્હીના પાંડવ નગરમાં બની, જ્યાં એક યુવતી પ્રાઇવેટ ફર્મમાંથી છૂટીને ઘરે આવતી હતી ત્યારે કેબમાંથી જેવી ઘર તરફ વળે છે કે રસ્તામાં બે યુવકો તેનો પીછો કરે છે અને ગળું દબાવી નીચે પછાડી દે છે જ્યાં સુધી યુવતી બેહોંશ ન થઈ જાય ત્યાં સુધી ત્યાં જ ઉભા રહે છે અને યુવતીનો આઇફોન અને પર્સ ઉઠાવી ફરાર થઈ જાય છે ઘટના સમયે ત્યાંથી બે બાળકો ટ્યુશન જતાં હોય છે અને તેઓ આખી ઘટના જુએ છે