છોટાઉદેપુરઃ નસવાડી તાલુકામાં 44 કરોડના ખર્ચે બનેલી 125 ગામ જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે જેમાં આનંદપુરી ગામ તરફ જતી ફિલ્ટર પાણીની લાઇનમાં હાલ ભંગાણ થયું છે જેને કારણે એક તરફ જ્યાં ભર ઉનાળે ગામડામાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે, ત્યારે બીજી બાજુ કિંમતી ફિલ્ટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે