સુરતઃગોપીપુરા વિસ્તારમાં બેડખા ચકલાની પતરાવાળા ચાલમાં રહેતા પિતાએ પોતાના નશાખોર પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો 25થી વધુ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતમાં પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ હુમલાખોર પિતા પોલીસમાં સરેન્ડર થયો હતો ગોપીપુરામાં રહેતા મંગુભાઈ રાઠોડ લુમ્સના કારીગર છે તેમનો દીકરો નિલેશ(ઉવઆ29)ના સિટી સ્કેનમાં કામ કરતો હોવાનું કહેવાઈ રહ્યું છે જો કે તે કંઈ કામ ન કરતો હોય અને આવારાની સાથે નશાની લતે ચડ્યો હોય અવારનવાર ઘરે આવીને પિતા અને આંગણવાડીમાં નોકરી કરતી માતા પાસે રૂપિયાની માંગ કરતો હતો