રાવપુરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વહી ગયું

DivyaBhaskar 2019-05-12

Views 76

વડોદરાઃ વડોદરા મહાનગર સેવા સદનના અંધેર વહિવટના કારણે શહેરીજનો એક તરફ પાણી વિના ટટળી રહ્યા છે ત્યાં બીજી બાજુ શહેરમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે રાવપુરા રોડ ઉપર રાવપુરા પોલીસ સ્ટેશનની સામે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વહી ગયું હતું પાણીના વાલ્વમાંથી બહાર નીકળી રહેલા પાણીથી રાવપુરા રોડ પાણી-પાણી થઇ ગયો હતો પાણીની રેલમછેલ થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા આજે રવિવારની રજા હોવાના કારણે કોર્પોરેશનના સબંધિત વિભાગ પણ સમયસર ન આવતા લાખો લિટર પાણી વેડફાઇ ગયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS