નડિયાદ: અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત અને મૃતકોને સારવારઅર્થે નડિયાદવની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા