ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ છે ગુરુવારે વહેલી સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદરાનાથના દર્શન કરવા પહોંચી ગયા છે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મૂર્હુત નક્કી કરે છે 9 મે, ગુરુવારના રોજ સવારે 5:35 થી 5:42 વાગ્યા દરમિયાન કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા હતા અગાઉ પંચગદ્દીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખામીઠથી સોમવારે કેદારનાથ બાબાની પંચમુખી ઉત્સવ પાલખી કેદારપુરી માટે રવાના થઇ હતી
ગૌરીકુંડમાં રાત્રિ વિશ્રામ પછી બુધવારે સવારે કેદારનાથ ધામના મુખ્ય પૂજારી કેદાર લિંગે પંચમુખી મૂર્તિને ભોગ ધરાવ્યો અને પૂજા-અર્ચના કરી હતી સવારે આઠ વાગ્યે ગૌરીમાઈનાં દર્શન કરી પાલખી કેદારનાથ માટે રવાના થઈ બુધવારે સાંજે પાલખી કેદારનાથ ધામ પહોંચી હતી ભક્તોના જયજયકાર વચ્ચે અહીં ઉત્સવનો માહોલ જોવા મળ્યો જંગલચટ્ટી, ભીમબલી, લિનચોલી થઈને મોડી સાંજે પાલખી કેદારનાથ ધામ પહોંચી હતી રસ્તામાં ભક્તોએ પાલખીનું ફૂલ-હારથી સ્વાગત કર્યુ હતું મંદિર પરિસરમાં હાલ 4-5 ફૂટ બરફ જામેલો છે ભક્તોને મુશ્કેલી ના પડે એટલે રસ્તાને સાફ કરી દેવાયો છે