નખત્રાણા: ઓરિસ્સામાં ફેની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો કચ્છના નખત્રાણામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાડા 3 વાગ્યા આસપાસ અચાનક જ સુસવાટા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો ધેરાયા હતા અને ગણતરીની મિનિટોમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો નખત્રાણા ઉપરાંત આસપાસના ગામોમાં પણ કમોસમી ઝાપટું પડ્યું હતું કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા