શુક્રવારે સવારે મુંબઈમાંબેસ્ટ (BEST)ની એક બસમાં આગ ફાટી નીકળી હતી ગોરેગાંવ વિસ્તારની ગોકુલધામ સોસાયટી પાસે ઘટના બની હતી જો કે મુસાફરોને સમયસર આગ લાગવાની જાણ થઈ જતાં તાબડતોબ બસમાંથી ઊતરી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી દિંડોશી બસ ડેપોમાંથી રાહત અને બચાવ માટેની ટુકડી પણ આવી પહોંચી હતી બસમાં આગ કયા કારણોસર લાગી તે જાણવાની કાર્યવાહી ચાલુ છે