સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના માનપરથી ખાખરાથળ જતા વીડમા નર્મદાના વાલ તુટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે એક તરફ પાણી માટે રાજ્યના અનેક જિલ્લા અને ગામડાના લોકો મોડી રાત સુધી લાઇનો લગાવીને બેઠા હોય છે અને બીજી તરફ પાણીનો બગાડ થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સતત પાણીનો વેડફાટ ચાલુ હોવા છતા પણ તંત્ર આ બાબતે અજાણ છે