રાજકોટ: રાજકોટના ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઇએ બેંકમાંથી લોન લીધી હતી પરંતુ લોન પરત ન કરી શકતા તેમના પર 125 કરોડનું દેણું વધી ગયું હતું આથી આર્થિક ભીંસથી કંટાળી કમલેશભાઇ અને તેની પત્ની કિર્તીબેને રેસકોર્સ ગાર્ડનમાં ઝેરી દવા પી લીધી હતી જેમાં કિર્તીબેનનું મોત નીપજ્યું હતું જ્યારે કમલેશભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે