બિહારના રોહતાસના એક દબંગ વરરાજાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં તેમણે લગ્નના મંડપમાં હવામાં ફાયરિંગ કરીને બધાને ચોંકાવી દીધાહતા દયાલગંજ ગામમાં આવેલી જાન વાજતેગાજતે માંડવે પહોંચી હતી, જ્યાં વર-કન્યાએ સાતફેરા લઈને એકબીજાને વરમાળા પણ પહેરાવીદીધી હતી લગ્ન સંપન્ન થતાં જ ઉત્સાહમાં આવી ગયેલા વરરાજાએ તેની પાસે રહેલી લાયસન્સવાળી બંદૂક નીકાળીને હવામાં ગોળીબાર કર્યો હતોઆટલું ઓછું હોય તેમ બાદમાં તેણે બળજબરીથી દૂલ્હનનો હાથ પકડીને તેની પાસે પણ ફાયરિંગ કરાવ્યું હતું લગ્નમંડપમાં વરરાજાએ કરેલીઆવી હરકતથી ત્યાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જે બાદ વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ બંનેની ઓળખ કરીને તેમની સામે
કેસ કર્યો હતો આખી ઘટના વિશે માહિતી આપતાં રોહતાસના એસપી સત્યવીર સિંહે જણાવ્યું હતું કે તેમણે રાજેશ નામના વરરાજા અને પૂજાનામની દૂલ્હન સામે ફરિયાદ નોંધીને ગણતરીના સમયમાં જ તેમની ધરપકડ કરી હતી પોલીસે વરરાજાની લાયસન્સવાળી ગન પણ કબજે કરીહતી રાજેશકુમાર કરનાલમાં આર્મીમેન તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો પણ મળી હતી