સાઉધર્ન સ્પેનમાં આવેલા ગ્રેનેડાના વિલારેજો સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં જે દૃશ્ય કેદ થયું હતું તે જોઈને ક્ષણભર માટેતો લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા જો કે, બાદમાં ત્યાં આવેલા એક પોલીસકર્મીની જાંબાઝી જોઈને લોકો તેના પર ઓવારી ગયા હતા વાત જાણે એમ હતી કે રેલવેનો ટ્રેક ક્રોસ કરી રહેલી એક બ્લાઈન્ડ મહિલા અચાનક જ દિશા ભટકીને ત્યાં જ ફરતી રહે છે, બીજી તરફ તેની સામે ધસમસતી ટ્રેન પણ આવી રહી હતી જેના કારણે તે ટ્રેનની હડફેટે આવી જાય તેવા જ સંજોગો રચાયા હતા જો કે, આખો મામલો દૂર રહેલા એક બાહોશ પોલીસકર્મીની નજરે પડતાં જ તે પણ અગમચેતી ના ભાગરૂપે તે મહિલા તરફ દોડ્યો જ હતો તે મહિલા પણ હજુ સુધી ટ્રેક પર જ અટવાઈને પ્લેટફોર્મ સુધી જવાની જ જહેમત કરતી હતી સદનસીબે તે ટ્રેનની હડફેટે આવે તે પહેલાં જ તે પોલીસવાળાએ દૃષ્ટિહીન મહિલાને ખસેડીને બચાવી લીધી હતી સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને યૂઝર્સે તેની બાહોશી અને જાંબાઝીને વખાણી હતી