થરાદ સાંચોર હાઇવે પરના પીલૂડા માર્કેટયાર્ડ પાસે ગુરુવારે બપોરના સમયે બસ અને જીપ સામસામે અથડાતાં જીપમાં સવાર ત્રણ રાજસ્થાનના વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જવાય તે પહેલાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અકસ્માતનો ભયંકર અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અકસ્માત બાદ બસનો ચાલક બસ મૂકી નાસી છૂટ્યો હતો અકસ્માતની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકોના મૃતદેહને રેફરલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી